MSW વિભાગના વિદ્યાર્થીઓ માટે માનવ અધિકારો અને કાયદાકીય જાગૃતિ અંગે શૈક્ષણિક પ્રવૃત્તિનું આયોજન

MSW વિભાગના વિદ્યાર્થીઓ માટે માનવ અધિકારો અને કાયદાકીય જાગૃતિ અંગે શૈક્ષણિક પ્રવૃત્તિનું આયોજન

માનવ અધિકાર અને આંતરરાષ્ટ્રીય માનવીય કાયદા ભવન દ્વારા MSW (Master of Social Work)  વિદ્યાર્થીઓમાં માનવ અધિકારો, સામાજિક ન્યાય, કાયદાકીય જોગવાઈઓ તથા સામાજિક સમસ્યાઓના કાનૂની પાસાઓ અંગે જાગૃતિ અને સમજ વિકસે તે હેતુથી તા. 15/10/2026ના રોજ એક શૈક્ષણિક પ્રવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ પ્રવૃત્તિ અંતર્ગત વિદ્યાર્થીઓએ સમાજમાં પ્રવર્તમાન વિવિધ સામાજિક સમસ્યાઓ અને તેને લગતી કાયદાકીય જોગવાઈઓ અંગે વિષયવાર રજૂઆતો કરી હતી. જેમાં માનવ તસ્કરી, મૂળભૂત ફરજો, દહેજ પ્રથા, નિઃશુલ્ક કાનૂની સહાય, ઘરેલુ હિંસા તથા ન્યાયતંત્રની રચના અને વંશવેલો જેવા મહત્વપૂર્ણ વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો હતો.

વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવેલી વિષયવાર રજૂઆતો ભૂમિબેન પી. સગપરિયા – માનવ તસ્કરી (Human Trafficking), કૃપા એસ. રાવલ – મૂળભૂત ફરજો અને તેના અમલીકરણમાં રહેલી સમસ્યાઓ (Fundamental Duties & Its Challenges), ભારતી કે. સગઠિયા – દહેજ પ્રથા (Dowry System), હિનલ એમ. સચાણીયા – નિઃશુલ્ક કાનૂની સહાય (Free Legal Aid), પ્રિયંકા એચ. સગઠિયા – ઘરેલુ હિંસા (Domestic Violence), જિતેન્દ્રકુમાર જે. સાવલિયા – ભારતીય ન્યાયતંત્રની રચના અને વંશવેલો (Hierarchy of Indian Judiciary).

આ કાર્યક્રમમાં માનવ અધિકાર અને આંતરરાષ્ટ્રીય માનવીય કાયદા ભવન વતી અધ્યાપકશ્રી ડૉ. સાગરભાઈ અમીપરા ઉપસ્થિત રહ્યા હતા. તેમણે વિદ્યાર્થીઓને વિવિધ સામાજિક સમસ્યાઓના કાયદાકીય પાસાઓ, માનવ અધિકારોનું રક્ષણ, સામાજિક ન્યાય અને કાનૂની જાગૃતિના મહત્વ અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. તેમણે ખાસ કરીને માનવ તસ્કરી, દહેજ પ્રથા અને ઘરેલુ હિંસા જેવી સામાજિક સમસ્યાઓના નિવારણમાં કાયદાની ભૂમિકા તથા સમાજકાર્યના ક્ષેત્રમાં કાયદાકીય જ્ઞાનની ઉપયોગિતા અંગે વિદ્યાર્થીઓને સમજ આપી હતી. સાથે જ તેમણે વિદ્યાર્થીઓને સામાજિક પ્રશ્નો પ્રત્યે સંવેદનશીલ અભિગમ કેળવવા અને સમાજમાં માનવ અધિકારો તથા કાનૂની જાગૃતિના પ્રસાર માટે સક્રિય યોગદાન આપવા પ્રોત્સાહિત કર્યા હતા.

આ શૈક્ષણિક પ્રવૃત્તિ વિદ્યાર્થીઓ માટે જ્ઞાનવર્ધક અને માર્ગદર્શક સાબિત થઈ હતી. તેના માધ્યમથી વિદ્યાર્થીઓમાં માનવ અધિકારો પ્રત્યેની સમજ, કાયદાકીય જાગૃતિ, સામાજિક જવાબદારી અને સમાજમાં પ્રવર્તમાન સમસ્યાઓના કાનૂની ઉકેલો અંગે જાણકારી વિકસાવવામાં મહત્વપૂર્ણ યોગદાન મળ્યું હતું.

 


Published by: Department of Human Rights and International Humanitarian Laws

15-10-2026